Local cover image
Local cover image
Amazon cover image
Image from Amazon.com

કાકાની શશી અને છીએ તે જ ઠીક Kakani Shashi ane Chiye Tej Thik (Gujarati)

By: Contributor(s): Material type: TextTextLanguage: Gujarati Publication details: 1929 Gurjar Granthratna Karyalaya AhmedabadDescription: 192pISBN:
  • 9788184613582
DDC classification:
  • 891.473 MUN
List(s) this item appears in: Gujarati Books
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
Star ratings
    Average rating: 0.0 (0 votes)

Summary:
Works of munshi have professed coordination between Personal Intergrity, National integrity, unity and the glory of man and humanity. The author who is full of emotions and ambitions turns towards the almighty lord Krishna in later years of his life which relates shows the cultural and religious bent of mind. Gujarati literature has flourished during Munshi period.

ગુજરાતી સાહિત્યનું તેજસ્વી શૃંગ

મુનશી આપણા તેજસ્વી સાહિત્યકાર: ઈ.સ.૧૮૮૭ની ૩૦મી ડિસેમ્બર એમનો જન્મદિવસ. પિતા માણેકલાલ. માતા તાપીબાઈ. છ બહેનો પછી જન્મેલા મુનશીજીનું પ્રારંભિક ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ સુરતમાં. મેટ્રિક સુધીનું શિક્ષણ ભરૂચમાં. ઉચ્ચ શિક્ષણ વડોદરા કોલેજમાં. ઈતિહાસ અને તત્વજ્ઞાન એમના રસના વિષયો. એલ.એલ.બી. કરી વકીલાત શરૂ કરેલી.

મુનશીના વ્યક્તિત્વનાં ધારાશાસ્ત્રી વહીવટદાર, હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ, અન્નમંત્રી રાજ્યપાલ, કુલપતિ, દેશભક્ત, મુત્સદ્દી, વિશ્વવિદ્યાલય સમી સંસ્થા ભારતીય વિદ્યાભવનના સ્થાપક, સંસ્કારપુરૂષ – એવાં વિવિધ પાસાં ઉજ્જવલરૂપે પ્રગટ થયાં છે. તે જ રીતે એમનામાંના સાહિત્યપુરૂષનાં વિવિધ રૂપો પણ તેજસ્વીતાથી અંકિત થયાં છે. એમનું સખત પરિશ્રમ અને પુરુષાર્થભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે. એમની બુદ્ધિની તીક્ષ્ણતા અને એમના હૃદયની સુકુમારતા આપણને પ્રભાવિત કરે છે અને નવલકથા-નાટક જેવી કૃતિઓમાં પ્રગટ થતી એમની સર્જકતા આપણને આંજી દે છે. એમના વ્યક્તિત્વના વિવિધ નાયાનાકર્ષક રંગો આપણને પુલકિત કરે છે અને એની પાછળ પ્રકાશી રહેલો ભારતીય સંસ્કારોનો – ભારતીયતાનો ઉજ્જવલ ધવલ રંગ આપણને પ્રસન્ન કરે છે. લાગે છે કે મુનશીને એ મૂળ શ્વેત રંગ પ્રત્યે સાચો પ્રેમ છે.

મુનશીએ એમની કૃતિઓમાં વ્યક્તિસ્વાતંત્ર્યનું ગૌરવ કર્યું છે. રાષ્ટ્રની અખંડિતતા-એકતાનો-સમન્વયનો પ્રબોધ કર્યો છે અને માનવી અને માનવતાનો મહિમા કર્યો છે. ભાવનાત્મક અપૂર્વતાના અને મહત્વાકાંક્ષાથી ઊભરાતા આ સર્જક, જીવનનાં પાછલાં વર્ષોમાં સર્જનક્ષેત્રે કૃષ્ણ તરફ વળ્યા એ ધર્મ-સંસ્કાર-સંસ્કૃતિના એમનાં મૂળ રંગ સાથે સમુચિત છે. ગુજરાતી ભાષા મુનશીની કલમે વધુ સુંદર બની એમના એકતાના દર્શનથી ગુજરાતી સાહિત્ય પુષ્ટ થયું.

There are no comments on this title.

to post a comment.

Click on an image to view it in the image viewer

Local cover image
© 2025 by NIMA Knowledge Centre, Ahmedabad.
Koha version 24.05