TY - BOOK AU - ઠક્કર, હીરાભાઈ AU - Thakkar, Hirabhai TI - કર્મનો સિદ્ધાંત Karma No Siddhhant (Gujarati) U1 - 294.5924 PY - 2009/// CY - Rajkot PB - Pravin Prakashan Pvt. Ltd. N1 - Summary: This book expounds the universal law of Karma and the effect on our daily life and destiny and teaches us how to avoid being trapped in the chain of births and rebirths. About 2,000,000 copies of this title have been distributed in India, America, Canada, England and Africa etc. This book has been translated in Hindi, Sindhi, Telugu, Marathi and English. મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, પરંતુ એને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠ્ઠું બોલવું હોય તો જુઠ્ઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને ઈશ્વરે સંપૂર્ણ બનાવ્યો છે. મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે. માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય. એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડે જ્યારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની – બનાવી. પછી તેણે વેચાણની દુકાન ઉપર ગ્રાહકોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે : ‘You can choose any colour you like, provided it is black.’ એટલે કે તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ. બધી ગાડીઓ કાળા રંગની જ હતી ! બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી ! ER -